મુખ્ય સામગ્રી પર જાઓ
રવિવાર, 4 ઓક્ટોબર 2026 | 12:45 PM | ☀️ મોડાસા 31°C
ગુજરાત

માલપુરમાં 425 કિલોથી વધુ પોશડોડા ઝડપાયા

સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ! 10 દુકાનોનો કાપડનો જથ્થો બળ્યો

કાળી સ્કોર્પિયોમાં ₹63.87 લાખનો નશીલો જથ્થો; બે પિસ્તોલ, 11 જીવતા કારતૂસ સહિત ₹85 લાખથી વધુનો મુદ્દામાલ કબજેમાલપુર | અરવલ્લી | પ્રતિનિધિ

અરવલ્લી જિલ્લાના માલપુરમાંથી નશીલા પદાર્થોની હેરાફેરી સામે એલ.સી.બી. અરવલ્લીની ટીમે મોટી કાર્યવાહી કરી છે. માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોરડુંગરી ગામની સીમમાં સન ગોલ્ડ હોટલ નજીક માલપુરથી મોડાસા તરફ જતા હાઈવે પર પોલીસ વાહન ચેકિંગમાં હતી. આ દરમિયાન પોલીસને એક શંકાસ્પદ કાળા રંગની સ્કોર્પિયો કાર નજરે પડતાં તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ સ્કોર્પિયો ચાલકે વાહન રોકવાને બદલે પૂરઝડપે હંકારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે નાકાબંધી ગોઠવતા સ્કોર્પિયો પોલીસના વાહન સાથે અથડાઈ હતી અને ત્યારબાદ ફરીથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે બીજી નાકાબંધી દરમિયાન પણ સ્કોર્પિયોએ પોલીસના ફોર્ચ્યુનર વાહનને ટક્કર મારી હતી.

પોલીસ તરફ ફાયરિંગનો આરોપ, સ્વબચાવમાં જવાબી ફાયરિંગ


પોલીસના જણાવ્યા મુજબ સ્કોર્પિયોમાં સવાર બે ઇસમોએ ત્યારબાદ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન એક ઇસમે પોલીસ તરફ હથિયાર તાકી ફાયરિંગ કર્યું હોવાનો પોલીસનો દાવો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ ફાયરિંગ દરમિયાન એક આરોપીના જમણા પગમાં ઈજા થઈ હતી.

ઈજાગ્રસ્ત આરોપીને પોલીસે ઝડપી લીધો હતો અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઝડપાયેલા આરોપીની ઓળખ 27 વર્ષીય રાજુરામ ઉર્ફે બિશ્નોઈ, રહે. બાડમેર, રાજસ્થાન તરીકે કરવામાં આવી છે. જ્યારે સ્કોર્પિયોનો ચાલક સુરેશકુમાર બિશ્નોઈ અંધારાનો લાભ લઈને ફરાર થયો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

સ્કોર્પિયોમાંથી 425.800 કિલો પોશડોડાપોલીસે સ્કોર્પિયોની તપાસ કરતાં તેમાંથી 425.800 કિલોગ્રામ પોશડોડા મળી આવ્યા હોવાનું જણાવ્યું છે. પોલીસ પ્રેસનોટ મુજબ આ નશીલા પદાર્થની અંદાજિત કિંમત ₹63 લાખ 87 હજાર જેટલી છે.

આ ઉપરાંત ગાડીમાંથી બે દેશી બનાવટની પિસ્તોલ, 11 જીવતા કારતૂસ, બે મોબાઇલ ફોન, પાંચ નંબર પ્લેટ સહિત અન્ય મુદ્દામાલ પણ મળી આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. સ્કોર્પિયો સહિત સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત આશરે ₹85 લાખ 8 હજાર 100 હોવાનું પોલીસ પ્રેસનોટમાં જણાવાયું છે.

મંદસોરથી બાડમેર તરફ જતો હતો જથ્થો?પોલીસના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં આ નશીલો જથ્થો મધ્યપ્રદેશના મંદસોર વિસ્તારમાંથી લાવવામાં આવ્યો હતો અને રાજસ્થાનના બાડમેર તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. સમગ્ર હેરાફેરી પાછળ કોણ-કોણ સંકળાયેલું છે અને જથ્થો ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

લિંક્સ · Links

ટૅગ્સ:

ARTICLE CREDITS

Reported byvoiceofarvalli
Voice of Arvalli
Founder · Voice of ArvalliKalpeshsinh Chauhan

સંબંધિત સમાચાર