મુખ્ય સામગ્રી પર જાઓ
મંગળવાર, 29 સપ્ટેમ્બર 2026 | 4:44 PM | ☀️ મોડાસા 31°C
અરવલ્લી

બાયડ–મોડાસા જતાં પહેલાં આ રસ્તાની માહિતી જાણી લો!

SH-59 પર ટ્રાફિક ડાયવર્ઝન જાહેર, 7 નવેમ્બર સુધી અમલમાં રહેશેઅરવલ્લી | 29 સપ્ટેમ્બર 2026

બાયડ, મોડાસા અને ધનસુરા તરફ મુસાફરી કરતા વાહનચાલકો માટે મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. SH-59 મોડાસા–ધનસુરા–બાયડ–નડિયાદ હાઇવે પર ટ્રાફિક ડાયવર્ઝન અંગે અરવલ્લી જિલ્લા પ્રશાસન દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ આ ડાયવર્ઝન વ્યવસ્થા 9 સપ્ટેમ્બરથી 7 નવેમ્બર 2026 સુધી અમલમાં રહેશે.

માર્ગ પર ચાલી રહેલી કામગીરીને ધ્યાનમાં રાખીને વાહનવ્યવહારને વૈકલ્પિક માર્ગ તરફ વાળવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના કારણે આ રૂટ પરથી દરરોજ અવરજવર કરતા વાહનચાલકોને મુસાફરી દરમિયાન ડાયવર્ઝનને કારણે તેમના સામાન્ય રૂટમાં ફેરફારનો સામનો કરવો પડી શકે છે.

કરણપુર–બારડીયા બ્રિજ પર પણ ડાયવર્ઝનઆ ઉપરાંત કરણપુર–બારડીયા બ્રિજ માટે પણ ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે. આ ડાયવર્ઝન પણ 9 સપ્ટેમ્બરથી 7 નવેમ્બર 2026 સુધી અમલમાં રહેશે. તેથી આ માર્ગનો ઉપયોગ કરતા વાહનચાલકોએ પણ મુસાફરી પહેલાં વૈકલ્પિક રૂટની માહિતી મેળવી લેવી જરૂરી છે.

ડાભા બ્રિજ માટે અલગ સમયગાળોબાયડ–દહેગામ રોડ પર આવેલા ડાભા બ્રિજ માટેનું ટ્રાફિક ડાયવર્ઝન અગાઉથી અમલમાં છે.

જિલ્લા પ્રશાસનના જાહેરનામા મુજબ અહીં 3 સપ્ટેમ્બરથી 2 નવેમ્બર 2026 સુધી ડાયવર્ઝન રહેશે.મુસાફરી પહેલાં રૂટ ચેક કરવો જરૂરીઆ ડાયવર્ઝનની અસર ખાસ કરીને બાયડ, મોડાસા, ધનસુરા, નડિયાદ તેમજ આસપાસના વિસ્તારો તરફ અવરજવર કરતા વાહનચાલકોને થઈ શકે છે. સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા રસ્તા પર ડાયવર્ઝન હોવાથી મુસાફરી શરૂ કરતા પહેલાં માર્ગની સ્થિતિ અને વૈકલ્પિક રૂટ અંગે

માહિતી મેળવી લેવી વાહનચાલકો માટે અનુકૂળ રહેશે.જિલ્લા પ્રશાસન દ્વારા માર્ગ પરની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ ટ્રાફિક વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. વાહનચાલકોને ડાયવર્ઝનના નિયમોનું પાલન કરવા અને રસ્તા પર મુકવામાં આવેલા ટ્રાફિક સૂચક બોર્ડ તથા પોલીસ/તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવે છે.મુસાફરી પહેલાં રૂટ જાણી લો, સમય અને મુશ્કેલી બંને બચાવો.

WhatsApp પર શેર કરોFacebookX

સંબંધિત સમાચાર