મુખ્ય સામગ્રી પર જાઓ
મંગળવાર, 29 સપ્ટેમ્બર 2026 | 12:26 PM | ☀️ મોડાસા 31°C
અરવલ્લી

SC વિદ્યાર્થીઓ માટે JEE તૈયારીની તક વધારવાની માંગ

ધવલસિંહ ઝાલાની શિક્ષણમંત્રીને રજૂઆત : ધોરણ-12ની લાયકાત ધરાવતા SC વિદ્યાર્થીઓ માટે તાલીમ સહાયનું પોર્ટલ 365 દિવસ ખુલ્લું રાખવા માંગ

બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા

બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ગુજરાતના શિક્ષણમંત્રીને પત્ર લખીને અનુસૂચિત જાતિ (SC) સમાજના વિદ્યાર્થીઓ માટે JEE જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ મેળવવાની તક વધુ સરળ બનાવવાની માંગ કરી છે. ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં ધોરણ-12 પાસ વિદ્યાર્થીઓ માટે JEEની તૈયારી માટે મળતી તાલીમ સહાયની પ્રક્રિયા અને પોર્ટલને લઈને ખાસ ધ્યાન દોરવામાં આવ્યું છે.

રજૂઆત મુજબ EWS, OBC અને ST સમાજના ધોરણ-12 પાસ વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ માટે સહાય આપવામાં આવે છે. બીજી તરફ SC સમાજના કેટલાક લાયક અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ આ પ્રકારની તાલીમની તકથી વંચિત રહી જતા હોવાનો મુદ્દો ધારાસભ્યએ ઉઠાવ્યો છે. આ બાબતે SC વિદ્યાર્થીઓને પણ સમાન તક મળે તે માટે વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે.

ધવલસિંહ ઝાલાએ રજૂઆતમાં માંગ કરી છે કે SC સમાજના વિદ્યાર્થીઓ માટે પણ JEEની જગ્યાએ ધોરણ-12ની લાયકાત આધારિત તાલીમ સહાય ઉપલબ્ધ કરવામાં આવે. સાથે જ ટેકનિકલ ખામીઓ અથવા અન્ય કારણોસર સમયસર અરજી કરી ન શકેલા લાયક વિદ્યાર્થીઓને ફરી અરજી કરવાની તક મળે તેવી વ્યવસ્થા કરવાની પણ વિનંતી કરવામાં આવી છે.

રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે EWS અને ST સમાજ માટે જે રીતે તાલીમ સહાયનું પોર્ટલ 365 દિવસ ખુલ્લું રાખવામાં આવે છે, તેવી જ રીતે OBC સમાજના વિદ્યાર્થીઓ માટે પણ પોર્ટલ સમગ્ર વર્ષ દરમિયાન ખુલ્લું રાખવામાં આવે તો લાયક વિદ્યાર્થીઓને તાલીમ સહાય મેળવવામાં વધુ સરળતા રહે. આ મુદ્દે વિદ્યાર્થીહિતમાં જરૂરી હકારાત્મક કાર્યવાહી કરવા શિક્ષણમંત્રી સમક્ષ વિનંતી કરવામાં આવી છે.

ધારાસભ્યની આ રજૂઆતનો મુખ્ય ઉદ્દેશ્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓને તેમની સામાજિક અને આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લીધા વિના તાલીમની તક ઉપલબ્ધ કરાવવાનો છે. હવે શિક્ષણ વિભાગ દ્વારા આ રજૂઆત અંગે શું નિર્ણય લેવામાં આવે છે તેના પર વિદ્યાર્થીઓ અને વાલીઓની નજર રહેશે.

ટૅગ્સ:

WhatsApp પર શેર કરોFacebookX

સંબંધિત સમાચાર