મુખ્ય સામગ્રી પર જાઓ
મંગળવાર, 29 સપ્ટેમ્બર 2026 | 4:39 PM | ☀️ મોડાસા 31°C
અરવલ્લી

અંબાજી પહોંચે એ પહેલાં જ ગેંગ પોલીસના હાથે આવી ગઈ… કારમાંથી સોનાનો ખજાનો નીકળ્યો!

અરવલ્લી LCBએ 5 શખ્સોને દબોચ્યા, ₹16.23 લાખનો મુદ્દામાલ કબજે

અરવલ્લી LCBએ 5 શખ્સોને દબોચ્યા, ₹16.23 લાખનો મુદ્દામાલ કબજે

અરવલ્લી LCBએ ધાર્મિક સ્થળો અને મેળામાં ભીડનો લાભ લઈ ચેઇન સ્નેચિંગ કરતી હરિયાણાની ગેંગના 5 આરોપીઓને ઝડપી પાડ્યા હોવાનો પોલીસનો દાવો છે. પોલીસના જણાવ્યા મુજબ આ ગેંગ અંબાજી મંદિર તરફ જઈ રહી હતી અને તે પહેલાં જ માલપુરના ચોરીવાડા પાસે ગોધરા-મોડાસા રોડ પર વાહન ચેકિંગ દરમિયાન ગેંગ ઝડપાઈ ગઈ. અગાઉ પણ અરવલ્લી LCBએ શામળાજી સહિતના સ્થળોએ આવી ગેંગ સામે કાર્યવાહી કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ મારુતિ સુઝુકી અર્ટિગા કારમાંથી 4 સોનાની ચેઇન, 1 મંગળસૂત્ર, 1 સોનાની વીંટી, મોબાઇલ ફોન અને દાગીના કાપવાનું લોખંડનું કટર મળી આવ્યું હતું. કાર સહિત કબજે કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત ₹16,23,300 હોવાનું પોલીસએ જણાવ્યું છે. આરોપીઓ પાસેથી મળેલા દાગીના અંગે પૂછપરછમાં તેઓએ પુણેના ગણેશ વિસર્જન દરમિયાન ભીડમાં ચોરી/સ્નેચિંગ કર્યાની કબૂલાત કરી હોવાનું પોલીસનું કહેવું છે.

તપાસ દરમિયાન પુણેના વિશ્રામબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 5 ચેઇન સ્નેચિંગના ગુનાઓ સાથે આ દાગીનાનો સંબંધ હોવાનું સામે આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું છે. ઉપરાંત મનોજ અને વિજય શામળાજી પોલીસ સ્ટેશનના અગાઉના ચેઇન ચોરીના કેસમાં વોન્ટેડ હોવાનું પણ પોલીસ રેકોર્ડમાં જણાવાયું છે. પોલીસના જણાવ્યા મુજબ પાંચેય આરોપીઓ અંબાજીમાં ભીડનો લાભ લઈ વધુ દાગીના ચોરી/સ્નેચિંગ કરવા જઈ રહ્યા હતા, તે પહેલાં કાર્યવાહી કરવામાં આવી.

WhatsApp પર શેર કરોFacebookX

સંબંધિત સમાચાર