અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ અને ખનન મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી ખાસ કમિટી 8 ઓક્ટોબરથી સાબરકાંઠાના બે દિવસીય પ્રવાસે છે. કમિટી ડુંગરાળ વિસ્તારોની વાસ્તવિક સ્થિતિનો ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કરશે.
નિરીક્ષણ હેઠળના વિસ્તારો
કમિટી ઈડર તાલુકાના લાલોડા અને ઈડરગઢ, વડાલીના રામેશ્વર કંપા તેમજ ખેડબ્રહ્માના વરતોલ અને નવામોટા વિસ્તારની મુલાકાત લેશે. આ દરમિયાન પર્વતોમાં થતી ખનન પ્રવૃત્તિઓ અને પર્યાવરણ પર તેની અસરોની તપાસ કરવામાં આવશે.
સ્થાનિકો અને તંત્ર સાથે સંવાદ
કમિટી દ્વારા સ્થાનિક રહીશો, લીઝધારકો અને વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવશે. આ બેઠકમાં ખનન સંબંધિત રજૂઆતો અને સ્થાનિક પ્રશ્નો સાંભળવામાં આવશે. સાબરકાંઠા બાદ કમિટી અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોની પણ મુલાકાત લેશે. તમામ માહિતી એકત્ર કર્યા બાદ કમિટી પોતાનો અહેવાલ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરશે.







